સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરી ( ચીલઝડપ ) ના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરી ( ચીલઝડપ ) માં ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ.

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અનડીટેકટ ચોરી ( ચીલઝડપ ના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

 તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ અનડીટેકટ ચોરી ( ચીલઝડપ ) ના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

 જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એલ.રાઠોડ સાહેબ તથા સર્વેલન્સ ટીમ દ્વારા અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

ગઇ તા .૦૮ / ૧૧ / ૨૦૨૨ ના રોજ નાથાભાઇ ચોથાભાઇ આલગોતર ( ભરવાડ ) ઉ.વ .૬૫ ધંધો ખેતી તથા માલઢોર રહેનાળ તા.સાવરકુંડલા જિ.અમરેલી વાળા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સીંગ ( મગફળી ) નું વેચાણ કરી સાવરકુંડલા બસ સ્ટેશન પાસે ઉભા હતા તેવામાં અજાણ્યા બે પુરૂષ તથા એક સ્ત્રી એક લીલા પીળા કલરની મોટી ઓટો રીક્ષા લઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીને રીક્ષામાં બેસી જવા કહી પોતે પણ બેન્કના કામે જતા હોવાનુ જણાવી ફરીયાદી પાસે બેસેલ અજાણ્યા માણસે ચાલુ રીક્ષાએ ઉધરસ ખાઇ બે ત્રણ ધકકા મારી ફરીયાદીએ પહેરેલ કડીયાના નીચે ખમીસ ( બાંડીયુ ) ના ગજવામાં રાખેલ રોકડા રૂ.પપ ૯૨૦ / - તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન જેની કી.રૂ .૩૦૦૦ / - હોય જે કોથળીમાં રાખેલ હતા તે અજાણ્યા માણસે આંચકી ઝુંટવી લઇ રીક્ષામાથી ધકકો મારી ઉતારી રીક્ષા લઇ નાસી જઇ ગુન્હો કરેલ હોય.

  જે અંગે બે અજાણ્યા પુરૂષો તથા એક અજાણી સ્ત્રી ઇસમ વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . એ - પાર્ટ ગુર.નં ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૨૨૨૮૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ૩,૧૧૪ મુજબ નો ગુન્હો થયેલ

બચુભાઇ દુલાભાઇ ઉર્ફ દુર્લભભાઇ સોલંકી ઉ.વ .૪૭ ધંધો.મજુરી ( ૨ ) રોહિત ઉર્ફ વિપુલ હકુભાઇ સોલંકી ઉ.વ .૨૪ ધંધો.મજુરી ( ૩ ) બાનાબેન વા / ઓ બચુભાઇ દુલાભાઇ સોલંકી ઉ.વ .૩૫ ધંધો.મજુરી રહે . તમામ- અમરેલી સા.કુંડલા રોડ રેલ્વે ફાટક પાસે , લીલાનગર , મફતીયાપરા જી.અમરેલી.

 ( ૧ ) કબ્જે કરેલ મુદામાલની વિગત ( ૧ ) રોકડા રૂ .૫૫,૫૦૦ / ( ૨ ) વીવો કંપનીનો મોબાઇલ ફોન જેની કી.રૂ .૩૦૦૦ / ( ૩ ) બજાજ કંપનીની MAXIMA CNG રીક્ષા જેના રજી.નં. GJ - 14 Y - 2110 જેની કી.રૂ.૧,૦૦,૦૦૦

  આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.સોની સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એલ.રાઠોડ સાહેબ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ તથા પો.કોન્સ . પીયુષકુમાર નટવરલાલ તથા પો.કોન્સ . ચિતનકુમાર કનૈયાલાલ તથા પો.કોન્સ . જીતુભાઇ ગોબરભાઇ તથા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.