આજરોજ અમરેલી આહીર બોર્ડિંગ ખાતે આહીર એકતા મંચ ગુજરાતના હોદેદારોની મીટીંગ યોજવામાં આવી હતી. તેમજ નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. 

આ મિટિંગમાં આહીર એકતા મંચના પ્રમુખ અતુલભાઈ આહીર, અમરેલી જિલ્લા ટ્રસ્ટી રાહુલભાઇ ગરણીયા, રાજુલા તાલુકા પ્રમુખ દિનેશભાઇ કલસરિયા, રાજુલા ઉપ પ્રમુખ દેવાતભાઈ વાઘ, જાફરાબાદ પૂર્વ તાલુકા પ્રમુખ નિલેશભાઈ કલસરીયા તેમજ અમરેલી આહીર સમાજનાં અગ્રણીઓ તેમજ વડીલોની ઉપસ્થિતિમાં આ મીટિંગ કરવામાં આવી હતી.

આવતી ૧૮ નવેમ્બર એટલે *આહીર સૌર્ય દિવસની* ઉજવણી કરવામાં આવશે. રેઝાંગલાના યુદ્ધમાં આહીર વીરોએ જે ચીન સામે બહાદુરી બતાવી છે તેની શહીદીને સલામ કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે.