અકસ્માતના ગુનામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ..
ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ના અકસ્માત (ફેટલ) ના ગુનામા છેલ્લા ત્રણ વર્ષથી સી.આર.પી.સી કલમ-૭૦ મુજબ વોરંટના કામે નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર, બનાસકાંઠા પોલીસ..
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓ એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કરેલ સુચના અન્વયે, શ્રી સી.એલ.સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન મુજબ, શ્રી એસ.ડી. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનનાઓ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ આપેલ સુચના અન્વયે વ્હીકલ સ્કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ હતા તે દરમ્યાન હ્યુમન સોર્ચના આધારે મળેલ માહીતી ના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં.૫૩૪/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૨૭૯,૩૦૪(ખ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ-૭૦ મુજબના વોરંટના આધારે નાસતો-ફરતો આરોપી-સુનિલભાઈ ઉર્ફે કટીયો સ/ઓ રાજુભાઈ બજાણીયા રહે. ધાનેરા લાધાપુરા વિસ્તાર આબેડકર ચોક પાસે તા. ધાનેરા હાલ રહે.અમદાવાદ ઉજાલા ચોકડી પાસે નવો વણઝર વિસ્તાર સરખેજ અમદાવાદવાળા ને બી.એન.એસ.એસ કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે..
કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી જયંતિભાઈ, એ.એસ.આઈ., ડીસા શહેર ઉત્તર..
શ્રી પ્રવીણભાઈ, હેડ કોન્સ., ડીસા શહેર ઉત્તર..
શ્રી પરખાભાઈ, પો.કોન્સ, ડીસા શહેર ઉત્તર..
શ્રી નરેન્દ્રકુમાર, પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર..
શ્રી કરશનભાઈ, પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર..
શ્રી મહંમદ ઈમ્રાન, પો.કોન્સ., ડીસા શહેર ઉત્તર..