દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારની એક અનોખી રીતે વિરોધ કરવાની હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે જેમાં દિલ્હીની નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા 134 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોને ટિકિટ ન મળતા નેતાઓની નારાજગી પણ સામે આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ નારાજ ઉમેદવાર એવા આમ આદમી પાર્ટીના પૂર્વ દિલ્હીની ગાંધીનગર બેઠક પરના કાઉન્સિલર હસીબ-ઉલ-હસન પોતાને ટિકિટ ન મળતા ટાવર પર ચઢી ગયા હતા. ટાવર પરથી નીચે ઉતર્યા પછી AAPના પૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસને કહ્યું કે દિલ્હીના લોકો, આ તમારી જીત છે, હું આવતીકાલે ઉમેદવારી નોંધાવીશ. પોતાની ટિકિટ કપાતા વિરોધ નોંધાવ્યા ટાવર પર ચઢેલા આ નેતાનો વિડીયો ફોટો ખૂબ વાઇરલ થઈ રહયો છે.