રાજ્યમાં વરસાદે થોડાક સમય માટે વિરામ લીધું હતુ જેને લઇ વાતવરણમાં ઉકળાટ અને બફારા બાદ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યાર બાદ ફરી એકવાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને જુદા જુદા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મેઘરાજાએ તોફાની બેટિંગથી કલોક તાલુકો જળમગ્ન બન્યો હતો ઠેર-ઠેર ઢીંચણસમા પાણી ભરાઇ જતા લોકોના ધંધો વ્યવસાય સાથે જનજીવન પણ પ્રભાવિત બન્યુ હતુ.

ગતરાત્રેથી અમદાવાદના જુદા -જુદા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે પૂર્વ અમદાવાદમાં કુબેરનગર, એરપોર્ટ ,બાપુનગર, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વહેલી સવારે સેટેલાઇટ બોપલ, ધુમા, એસ જી હાઇવે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

આગામી 5 દિવસોમાં હવામાન વિભાગ દ્રારા ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાતમાં વડોદરા ,છોટાઉદેપુર, પંચમહાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદના મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરાઇ છે