પ્રેસનોટ
તા.૧૩/૧૧/૨૦૨૨
ડીસા રુરલ પો.સ્ટે વિસ્તારમાંથી મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી નં. GJ.16.AJ.1410 માંથી ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીયબનાવટના વિદેશી દારૂની બોટલો/બીયર ટીન કુલ નંગ-૪૭૬ કિ.રૂ.૧,૩૦,૪૯૦/- નો તથા મો.નંગ.૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૪,૩૫,૪૯૦/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર
શ્રીજે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
શ્રી એસ. ડી. ધોબી પોલીસ ઇન્સ્પેકટર તથા તથા શ્રી એ. બી. ભટ્ટ પો.સબ.ઇન્સ એલ.સી.બી તથા શ્રી પી. એલ. આહીર પો. સબ.ઇન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી નં. GJ.16.AJ.1410 માંથી ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીયબનાવટના વિદેશી દારૂ ભરી ડીસા થી પાલનપુર તરફ આવનાર હોઇ જેને રસણા નજીક ઉભી રખાવી જોતા સદરે ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલો/બીયર ટીન કુલ નંગ-૪૭૬ કિ.રૂ.૧,૩૦,૪૯૦/- નો તથા મો.નંગ.૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૪,૩૫,૪૯૦/- નો મુદ્દામાલ પકડી સાથે ગાડી ચાલક (૧)સાવલારામ માધાજી જાત. વિશ્નોઇ રહે.ભાટીપ તા.રાનીવાડા જી.જાલોર (રાજ) તથા (૨) ક્રુ્ષ્ણકુમાર સાવતારામ જાતે વિશ્નોઇ રહે.ચાલકના તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજ) તથા (૩) મનીષ પટેલ રહે- અમદાવાદ વાળાઓના વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રુરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
બાતમી મેળવનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓ
૧ HC નિકુલસિંહ રણજીતસિંહ
૨ HC દિલીપસિંહ દલજીજી
કામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓ
૧. PSI પી. એલ. આહિર પો.સબ.ઇન્સ.
૨. ASI મુકેશભાઇ ડાહ્યાભાઇ
૩ HC નિકુલસિંહ રણજીતસિંહ
૪. HC રાજેશભાઇ હરીભાઇ૫
૫ HC દિલીપસિંહ દલજીજી
૬. HC મુકેશભાઇ ડાહ્યાભાઇ
૭. PC દલપતસિંહ રતુજી
૮. PC ઇશ્વરભાઇ ભીખાભાઇ
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા