ધ્રાંગધ્રા ભાજપના યુવા મોરચાના બે હોદ્દેદારોના રાજીનામાંથી ખળભળાટ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા વિધાનસભામાં બે યુવા ભાજપના હોદ્દેદારોના રાજીનામાંથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા બેઠક પરથી ભાજપ તરફથી પ્રકાશભાઈ વરમોરા નું નામ જાહેર થતાં ઠાકોર સમાજના કેટલાક આગેવાનો અને યુવાનો નારાજ હોય તેવી વાત વહેતી થઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મોટી માલવણ સીટના સદસ્યો છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોરે રાજીનામું ધરી દીધું હતું અને કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે ધ્રાંગધ્રા શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ ધવલ સુરેલા અને તાલુકા ભાજપ યુવા મોરચાના મંત્રી જગદીશભાઈ ઠાકોરે પોતાના હોદા પરથી રાજીનામું આપ્યું હતું ત્યારે આ બંને યુવાનો કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોરના નજીકના મનાતા હોય તેથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ તેવી અટકણો વહેતી થઈ છે ત્યારે હાલ તો ચૂંટણીના ટાળે જ એકાએક રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભામાં હજીએ રાજીનામાં પડે તેવી શક્યતા દેખાઈ રહી છે

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮