બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેના હસ્તે 12,05,000/- રૂપિયાનો ચેક સ્વ.જીગરભાઈનાં ધર્મપત્ની નેહાબેનને અર્પણ કરવામાં આવ્યો

. દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના સભાસદ તેમજ ગોલવી નવા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જીગરભાઈ વૈષ્ણવનું જુલાઈ માસમાં અકસ્માતે નિધન થયેલું. આજે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના ચેરમેન લલિતભાઈ પઢાર તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેના હસ્તે 12,05,000/- રૂપિયાનો ચેક સ્વ.જીગરભાઈનાં ધર્મપત્ની નેહાબેનને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે શિક્ષક સંઘના પ્રમુખ પોપટજી ઠાકોર, મંત્રી કરશનભાઈ પઢાર, મંડળીના ડિરેક્ટર્સ અને શિક્ષક અગ્રણી જગમાલભાઈ દેસાઈ અને સોમાલાલ ઉપાધ્યાય, એવોર્ડી શિક્ષક અંબારામભાઈ જોષી અને કર્મચારી મંડળીના પૂર્વ વાઈસ ચેરમેન અમૃતભાઈ જોષી પણ હાજર રહ્યા. સ્વ.જીગરભાઈ વૈષ્ણવના પરિવારજનો દ્વારા શિક્ષક મંડળી તેમજ તમામનો આભાર માનવામાં આવ્યો.