ગાંધીધામની શારીરિક અને માનસિક ત્રાસથી ત્રાસેલી એક પરિણીતા વંશીકા ભંભાણીની આપવીતી 

અરે!હુ ક્યાથી મારી વાર્તા ની શરૂઆત કરુ કે જેનો હજુ સુધી અંત પણ નથી થયો.હુ હાલ ખૂબ જ કઠિન યુધ્ધ લડી રહી છુ. સોનાના પાંજરા મા પૂરેલા પક્ષી નઈ જેમ પણ એ પાંજરા ને બહાર થઈ તાડુ છે.આ યુધ્ધ એક એવા વ્યકિત સામે જેને હુ અત્યાર સુધી પોતાનો સમજતી હતી.હા મારી લડાઈ મારા સ્વભિમાન અને મારી દીકરી ના ભવિષ્ય માટે.બાળક માટે એક સારી યોધા તેની માતા હોય છે.

અમારા લગ્ન ને 17 વર્ષ વીતી ગયા છે.લગ્ન થયા ત્યાર થઈ જ થોડાક સમય મા જ વર્તન બદલાઇ ગયુ.અમીત લગ્ન ના પહેલા જ વર્ષ મા પોતાના પરિવાર એટલે કે સાસરા પક્ષ થી અલગ રહેવાનો નિર્ણય અમીતે કર્યો કે એની એમ ના માતાપિતા અને ભાઇ સાથે નથી બનતી અને મે અમીત પર વિશ્વાસ રાખી અલગ થવાનુ નક્કી કર્યુ! મારા માતાપિતા ના કહેવા મુજબ અલગ થવાની ના પાડયા છતા અલગ થઇ ગયા.પછી અમીત અવારનવાર મારી સાથે નાની નાની વાતો પર ગુસ્સો કરતો.મને સાસરાપક્ષ તરફ અને માતાપિતા સાથે પણ સંબંધ રાખવા બદલ ખૂબ જ પરેશાન કરતો..લગ્ન ના બે વર્ષ પછી અમને સંતાન રૂપી દીકરી નો જન્મ થયો. થોડાક સમય સારૂ ચાલ્યુ પાછો એટલા જ જગડા અને ભાવનાત્મક અને માનસિક ત્રાસ આપતો. નાના મોટા દરેક જગડા માટે તે કોઇ ત્રીજા વ્યક્તિ ને સમાધાન માટે બોલાવી મારી વધારે બેઇઝતી કરતો.ધીમેધીમે મારા પરિવારં પાછુ આવી એમના માટે પણ ખરાબ વલણ રાખતો. અમારા તરફથી ના પાડવામા આવે તો પણ એટલી રીતે દિખલગીરી કરી અને પાછા જગડા કરતો.પરિવાર મા એક બહેન અને માતાપિતા .બહેન ના લગ્ન થઇ ગયા. થોડાક વર્ષ મા મમ્મી ગુજરી ગયા. હવે પરિવાર મા ફક્ત પપ્પા રહ્યા.ભૌતિક વસ્તુ ધર મા લાવી આપતો પણ એના બદલા મા ખૂબ જ સહન કરવુ પડતુ.

ધણીવાર થતુ હવે બસ પણ ભારતીય માતાપિતા નુ વલણ કે સહનશકિત સ્ત્રીઓ નુ અલંકાર છે તેથી ચુપ થઇ જતી.પણ ના એટલુ સહન કરવાની જરૂરિયાત નથી.

હદ તો પછી થઇ જયારે વગર ગુના એ એટલી માર મારી કે કોઇ રાક્ષસ નિર્દોષ ને મારતો હોય.....હવે તો પિતા પણ નહી કે કોઇ ભાવનાત્મક ટેકો! એમના પરિવાર માથી કોઇની હિમ્મત નહી કે અમીત ને કોઇ સમજાવી શકે.. આખરે કાયદેસર વલણ અપનાવુ પડ્યુ. મિત્રો અને પોલીસ ની મદદ થી થોડીક રાહત મળી! પણ અમીત ના મિત્ર અને અમીત દ્વારા અમને ઘરેથી કાઢી મુકવામા આવ્યા!પછી પાછી નવી યાત્રા શરૂ થઇ ગઇ.અને મારી દીકરી આશી મારી મિત્ર ને ત્યા રહી અને હુ સોસાયટી ની ઇનચાર્જ ને ત્યા આશરો મળયો. હવે થી આ વ્યકિત કોઇ થી સમજે એમ ન હતો.આથી મને પોલીસ સહાય લેવી પડી .હેરાન પરેશાન એટલા કરે કે વારંવાર એકલા પોલીસ સ્ટેશન બાળકી સાથે જવુ !આ બધુ મારી દીકરી ના મનોચિિત પર ખૂબ ખરાબ અસર થઇ રહી હતી... પણ એ ગંદગી માથી બહાર લાવવુ વધારે જરૂરી હતુ. હુ જાણુ છુ કે બાળક માટે આ ઉમર મા પોલીસ વકીલ બધુ વિપરીત અસર કરે .પ.. હવે પોલીસ ની પણ મર્યાદા.... પછી મારે જીવન ના સતર વર્ષ એવી વ્યકિત પાછળ ખરાબ થઇ રહી છે જ્યા મારી દીકરી ના ભવિષ્ય પર ખરાબ અસર થઇ રહી છે...જયા માારી સતર વર્ષ ની ભાવનાઓનુ રોકાણ છે ત્યા હવે લડવુ જરૂરી બની ગયુ.. અને મે મારા વકીલ સાથે વાતચીત કરી... સ્ત્રી હોવાના વાસ્તે એક સ્ત્રી વકીલ તરફથી મને ખૂબ જ સપોર્ટ મળયો...અમીત તરફથી અમને ઘરમાથી ખાલી હાથ કાઢી મુકવામા આવ્યા,,,, મારા પિતા ની મૃત્યુ બાદ મારા પિતા નુ ઘર હતુ ... અએ પણ એક સમય મા અમીત દ્વારા એ ઘરની બધી જીવનજરૂરીયાત ની વસ્તુ લઇ આપવા માટે ઇન્કાર કરવામા આવ્યો. અમે ખૂબજ સાદગીભયુ જીવન જીવવા લાગ્યા અને મે નોકરી કરવાનુ નકકી કયું પણ હજુસુધી રસ્તા મા પરેશાન કરી અભદ્ર ભાષા બોલી ધમકી આપવી.હજુ પણ માનસિક અને આથિક રીતે એટલી જ પરેશાની!કઇ રીતે કોઇ નોકરી કરે!રસ્તા વચ્ચે ગાડી ઉભી રાખી ખરાબ વર્તન કરે....એક સમય જયા બાળપણ મા માતાપિતા ખૂબ જ પ્રેમ કરતા શાળા ની ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની અને આ સમય મારી અને મારી દિકરી માટે ખૂબ જ કઠિન !

આ ખરાબ સમય દરમિયાન ઇશ્વર તરફથી ઘણા સારા લોકો પણ મળ્યા!......અને મારી હિમ્મત ને પાખોં મળી....

જો આપણે શિક્ષિત હોઇ માર ખાઇને પતિ ને મુકવાની હિમ્મત ન હોય તો શિક્ષણ શુ કામ નુ?અને અશિક્ષિત હોઇ અને હિમ્મત હોય તો સો રસ્તા ખુલી જાય છે જિંદગી જીવવાના......આપણા સમાજ મા કેટલી એવી સ્ત્રીઓ હશે જે આ બધુ સહન કરતી હશે.તમે પણ એક પગલુ હિમ્મત નુ લો તો ચોક્કસ પોલીસ અને સમાજ પણ તમને સાથ આપશે....આવનારી પેઢી ને ઘરેલુ હિંસા મુક્ત બનાવો!!!