શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રા હેઠળ મુડેઠા પે.કેન્દ્ર શાળામાં આજે પ્રવચન યોજાયું. 

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

ચાલો બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ ધ્યેય સાથે આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજા સાહેબના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રા હેઠળ મુડેઠા પે.કેન્દ્ર શાળામાં આજે પ્રવચન યોજાયું હતું.પ્રવચન દરમ્યાન પૂજ્ય શ્રીએ જણાવ્યું હતું કે,જીવનમાં જો કોઈ અમૂલ્ય હોય તો એ છે સારા સંસ્કાર,જો સારા સંસ્કાર હશે તોજ ભવ્ય માનવ બની શકાય. જીવનમાં સારા સંસ્કાર હશે તો જીવન ખૂબજ સરળ બને.સંસ્કાર એ સત્ય છે અસંસ્કાર એ અસત્ય છે.પૂજ્ય શ્રીએ પ્રવચન દરમ્યાન દરેક બાળકોને સંકલ્પ કરાવ્યો - રોજ સવારે મંદિરે જઈ ભગવાનના દર્શન કરીશ.આવી અનેક વાતો પૂજ્ય શ્રીએ બાળકો ને કરી જ્ઞાન પ્રવચન આપવામાં આવ્યું હતું