2022 વિધાનસભાની ચૂંટનીને લઈને કોંગ્રેસ પાર્ટીએ ત્રણ યાદી જાહેર કરી કરી છે. હાલમાં મહેસાણા ઊંઝા વિધાનસભા બેઠકમાં ટિકિટ બાબતે અટકળો ચાલી રહી છે. જેની વચ્ચે ઊંઝા વિધાનસભા બેઠક ઉપર પીન્કી પટેલને ટિકિટ મળે એવી ચર્ચાઓ ચાલી રહી છે.

ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીમાંથી દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પરંતુ હાલ લોક ચર્ચામાં પીન્કી પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. તેમજ સ્થાનિક જનતા પીન્કી પટેલને ટિકિટ મળે એના માટે માંગણી કરી રહ્યાં છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ચાલી રહેલી અટકળો વચ્ચે લગભગ પીન્કી પટેલની ટિકિટ ફાઇનલ થઈ જશે એવી લોક ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી મહેસાણા વિધાનસભા બેઠક ઉપર એક મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જે ઊંઝા વિધાનસભા બેઠક ઉપર મહિલા ઉમેદવાર તરીકે પીન્કી પટેલને ટિકિટ મળી શકે છે. 

ઉલ્લેખનીય છે કે  ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરી ટીકીટ અપાઈ છે.