સુરત ના કામરેજ વિસ્તારમાં આવેલ શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે કેરિયર ઇન્ટર્નશીપ કાર્યક્રમ યોજાયો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલી શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે વસિષ્ઠ કેરિયર એક્ષપ્લોરેશન ઇન્ટર્નશીપ સેરમનીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દરમ્યાન તેમની કારકિર્દી ક્ષેત્રે પોતાના પસંદગીના ક્ષેત્રમાં જઈ શકે તે માટે તેમના પસંદગીના જે તે ક્ષેત્રેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે એ માટે શાળામાં ત્રણ દિવસ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. vasishtha Carrer Exploration internship opening ceremony-2022 કાર્યક્રમ અંતર્ગત સી. એ, એડવોકેટ, બેંક, મલ્ટીનેશનલ કંપની, કોર્પોરેટ સેક્ટર, સ્થાનિક વ્યવસાય, ફેશન ડિઝાઈનર, ઇન્ટીરીયર ડિઝાઈનર, હોટલ મેનેજમેન્ટ, ઓટોમોબાઇલ તેમજ પોલીસ મથક જેવા કોમર્સ ને લગતા ક્ષેત્રમાં જઈ શકે એ માટે યોજીત ઇન્ટર્નશીપનો અમૂલ્ય લાભ મળી શકે એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલા દીપ પ્રાગટય વિધી તેમજ શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ આવનાર પોતાના ભાવી સપના પૂર્ણ થાય એ માટે એડવોકેટ, બિઝનેસમેન, સી. એ તેમજ આઇ. પી. એસ સહિતનો રોલ અદા કર્યો હતો. શાળા કક્ષાએ ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થનારું નીવડે છે. શાળા દ્વારા ઉપરોક્ત જરૂરિયાત અને ઉમદા કાર્યક્રમના આયોજન બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરીયા, ડાયરેકટર વિજયભાઈ ડાવરીયા, રવિભાઈ ડાવરીયા, એજ્યુકેશનલ એડવાઇઝર ડો. પરેશભાઈ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલભાઈ વાડ દોરીયાએ સમગ્ર વિદ્યાર્થીઓ સહિત શાળાના કર્મચારી ગણ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.