વડોદરામાં અકોટા, વિશ્વામિત્રી બ્રિજ નીચેના વિસ્તારમાં આવતા કાળીદાસની ચાલીમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા વર્ષોથી હોવાછતાં કોઈ સાંભળતું નથી ત્યારે પાંચ વર્ષ અગાઉ અહીં જ્યારે ધારાસભ્ય વોટ માગવા આવ્યાં ત્યારે અહીંના લોકોએ ડ્રેનેજની સમસ્યા જણાવી હતી તે વખતે આ નેતાએ પ્રોમિસ આપ્યું હતું કે તમે ખાલી મત આપો ત્યારબાદ ડ્રેનેજ લાઈન નાખી આપશે જોકે ત્યારબાદ આ ધારાસભ્ય વાયદો ભૂલી ગયા અને ક્યારેય આ વિસ્તારની મુલાકાત ન લીધી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહયા છે.
આખરે સ્થાનિક ધારાસભ્યો એ ‘ધારાસભ્ય ખોવાયાં છે’નાં પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વોર્ડ 12 અને અકોટા વિધાનસભામાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચે કાળીદાસની ચાલીના લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
5 વર્ષ અગાઉ ધારાસભ્ય સીમાબેન મોહિલે તેમના વિસ્તારમાં આવ્યાં હતાં અને મને વોટ આપો કામ થઈ જશે કહ્યુ હતું અને વર્ષોથી ડ્રેનેજ લાઈનની સુવિધાથી વંચિત લોકોને તાત્કાલિક ધોરણે લાઈન નાખી અપાશે તેમ વચન આપ્યું હતું પણ કામ થયું નથી તંત્ર દ્વારા નજીકમાં આવેલી પરમાર ચાલી સુધી ડ્રેનેજ લાઈન નખાઈ છે. જ્યાંથી માત્ર 500 મીટર જેટલી લાઈન ખેંચી કાળીદાસ ચાલીને સુવિધા આપી શકાય તેમ છે પણ કોઈ સાંભળતું નથી, 5 વર્ષ સુધી અહીંયાં ધારાસભ્ય કે કાઉન્સિલરો જોવા પણ આવ્યાં નથી.
પરિણામે ચોમાસુ આવતા ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરી રહેલા અને રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્ય ખોવાયાં છે તેવાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.