"સેવા પરમો ધર્મ "............દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલ આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલ અને શ્રીમતી એસ એમ કુંડાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દ્વારા બાળકોમાં સેવાના ઉત્તમ ગુણોનું સંવર્ધન થાય એ ઉમદા હેતુથી "સેવા પરમો ધર્મ "ઉક્તિને સાર્થક કરતા ઉદાહરણ સ્વરૂપે પ્રાથમિક શાળાના બાળકોની સંવેદના સમજી સ્વેટરનું વિતરણ નું સેવા કાર્ય કરે છે (રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ - 9879106469) અંતરિયાળ ગામના પ્રાથમિક શાળાના બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તેમ જ તે નિયમિત શાળામાં આવી અભ્યાસ કરી શકે શુભ આશયથી સ્વેટર વિતરણ કરવામાં આવે છે આ સેવા યજ્ઞમાં દાતા તરીકે વસંતભાઈ કારેલીયા દ્વારા પુત્ર જયેશભાઈ ની યાદગીરીમાં ,કામિનીબેન રાંદેરી, રણછોડભાઈ દરજી ,તુલસી અર્પિલ શાહ, રાજકુમાર સહેતાઈ, અલ્કેશભાઈ શેઠ ,દિનેશભાઈ લીમ્બાચીયા ઉપરાંત ધોરણ 11, 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પોતાનો ફાળો આપે છે આ કાર્યમાં ધર્મેશભાઈ લાલપુરીયા ,સમીરભાઈ ચૌધરી તેમજ અન્ય શિક્ષક મિત્રો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
આ કાર્ય 10 વર્ષથી મદદનીશ શિક્ષક કમલેશ લીમ્બાચીયા અને ઉમંગ દરજી દ્વારા સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન કરવામાં આવે છે આ વર્ષે 545 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું જેમાં (1) અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા -100 સ્વેટર (2) કાંટેજ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા નસીરપુર -60 સ્વેટર (3) વાણીયા વાવ પ્રાથમિક શાળા ખરોડ -60 સ્વેટર (4) પેલીઘેડ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખૂટખેડા -65 સ્વેટર (5) પાડા મુખ્ય પ્રાથમિક શાળા- 50 સ્વેટર (6) કથોલીયા મુખ્ય પ્રાથમિક શાળા-100 સ્વેટર (7) ટાઢાગોળા માવી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા -50 સ્વેટર (8) બાવકા મુંડકા પ્રાથમિક શાળા- 60 સ્વેટર આપવામાં આવ્યા. પ્રાથમિક શાળાના બાળકોને ઠંડીમાં સ્વેટર મળતા ખુશીની લહેર પ્રસરે છે તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો પણ આવા ઉમદા કાર્ય ને લઈ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે આવું કાર્ય નિરંતર ચાલ્યા કરે એવી શુભેચ્છા પણ વ્યક્ત કરે છે શાળાના ઇન્ચાર્જ ઈ આચાર્ય શ્રી આર એસ પટેલ દ્વારા પણ સમગ્ર ટીમને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી