વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કરાલે રાહુલ એકનાથે ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લીધી

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૧૧/૧૧/૨૦૨૨ ના રોજ એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કરાલે રાહુલ એકનાથે ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લીધી હતી. તેમજ ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ, સ્ટેટીક સર્વેલન્સ વિડીયો સર્વેલન્સ ટીમો, વિડીયો વ્યુઈંગ ટીમ, એકાઉન્ટીંગ ટીમની મીટીંગ લઈ જરૂરી સુચનાઓ આપી હતી. 

   આ મીટીંગમાં ચૂંટણી અધિકારી ૧૨- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી પાલનપુર, મદદનીશ ચૂંટણી અધિકારી, ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર પાલનપુર (તાલુકા અને શહેર) તેમજ મદદનીશ ખર્ચ નિરીક્ષક ઉપસ્થિત રહ્યા હોવાનું ચૂંટણી અધિકારી ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી સુશીલ પરમારની અખબારી યાદીમાં જણાવ્યું છે.