રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૨ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

                લોકશાહીના આ અવસરમાં લોકો ભાગીદાર થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે આજરોજ યુવા મતદારો મતદાન કરે અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાનીસરકારી-બિનસરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક /માઘ્યમિક શાળાઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓમાં સંકલ્પ ૫ત્ર વિતરણ કરાવી, શાળાના વિદ્યાર્થીઓ મારફત તેમના વાલીઓ પાસે અવશ્ય મતદાન કરે તે બાબતનો સંકલ્પ કરાવી, સંકલ્પ ૫ત્ર ૫ર વાલીની સહી મેળવવાની કામગીરી હાથ ઘરવામાં આવેલ તથા નગરપાલિકા વિસ્તારની સરકારી-બિનસરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક /માઘ્યમિક શાળાઓ/ કોલેજોમાં ‘’સંદેશાપત્ર’’ નું વિતરણ શરૂ કરાવવામાં આવ્યું હતું.

                ખંભાળિયા ખાતેની નર્સિંગ કોલેજ, આઇ.ટી.આઇ. ખંભાળિયા, આઇ.ટી.આઇ. દ્વારકા, કલ્યાણપુર આઇ.ટી.આઇ. શારદાપીઠ કોલેજ, દ્વારકા, કલ્યાણપુરના નંદાણા ખાતે આવેલ આર.એસ. કંડોરિયા આર્ટ્સ એન્ડ સાયન્સ સહિતની કોલેજોમાં સંકલ્પ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને વાલીઓ પણ મતદાન કરી અને લોકશાહીના આ પર્વમાં ભાગીદાર થાય તે માટે જણાવ્યું હતું.