૮ જિલ્લાઓની પ્રકૃતિક-કૃષિ કામગીરીની સમીક્ષા રાજ્યપાલશ્રીએ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી કરી હતી

સાબરકાંઠા જિલ્લામાં ૧૩૮ નવા વેચાણ કેંદ્રો અને ૮૬ મોડલ ફાર્મ બનાવવામાં આવ્યા છે.  

     ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન-ગાંધીનગર ખાતેથી ૮ જિલ્લાઓની પ્રકૃતિક-કૃષિની કામગીરીની વર્ચુઅલ માધ્યમથી સમીક્ષા કરી હતી.જેમાં સાબરકાંઠા જિલ્લાની સમિક્ષા કરાઇ હતી.  

   આ સમિક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક-કૃષિ શા માટે..? તેનુ મહત્વ સમજાવ્યુ અને આગામી સમયમા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક-કૃષિ પદ્ધતિ આપનાવે તે રીતે કામગીરી કરવા સૂચન કર્યુ હતું. જેમા દરેક પંચાયતમા ઓછામા ઓછા દસ મોડલ-ફાર્મ બનાવવા,મોડલ ફાર્મ ધરાવતા ખેડૂતો-ટ્રેનરો દ્વારા તાલીમો કરાવવી, કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મોડલ ફાર્મની મુલાકાતો કરવી, સખી મંડળની બહેનોને પ્રાકૃતિક-કૃષિની તાલીમો આપી તેઓને માસ્ટર ટ્રેનર બનાવવા, જિલ્લાના કૃષિ, બાગાયત, આત્મા,પશુપાલનના તમામ અધીકારી/કર્મચારીઓને ક્લસ્ટરની તાલીમો નિયમીત રીતે ચાલુ રાખવી વિગેરે બાબતોને પ્રાધ્યાન આપી કામગીરી કરવા જણાવ્યુ હતું. 

        જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય મળે તે માટે પ્રાકૃતિક કૃષિ પેદાશો માટે ૧૩૮ નવા વેચાણ કેંદ્રો ખુલ્લા મુકાય છે અને ૮૬ જેટલા મોડલ ફાર્મ તૈયાર થયા છે તેની વિગતો રાજ્યપાલશ્રીને અપાઇ હતી.   

    રાજ્યપાલશ્રીની સમીક્ષા મિટીગ બાદ કલેક્ટરશ્રી નૈમેશ દવે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામા પ્રાકૃતિક-કૃષિ ની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી, અને જિલ્લાને આ કામગીરીમા અગ્રેસર કરવા જણાવ્યુ હતું. 

     આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી પાટીદાર , આત્મા -પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી વી.કે. પટેલ તેમજ જિલ્લાના પ્રાકૃતિક-કૃષિની કામગીરી સાથે સંકળાયેલા વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓ અને જિલ્લા અને તાલુકાના સંયોજક ખેડૂત મિત્રો ઉપસ્થીત રહ્યા હતા.