આજરોજ ભારતીય જનતા યુવા મોરચા હાલોલ નગર દ્વારા હાલોલ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય માનનીય જયદ્રથસિંહજી પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ હાલોલ નગરના શક્તિકેન્દ્ર 5 (વોર્ડ-5) બુથ નં 56અને 58 ની સંલગ્ન બેઠક રાખવામાં આવી હતી.

જેમાં ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર સંગઠન મહામંત્રી  નયનભાઈ પરીખ, રવિભાઈ ઠાકોર મંત્રી દિલીપભાઈ ચોક્સી,જતીનભાઈ સોની યુવા મોરચા હાલોલ વિધાનસભા ના સંયોજક જીગરભાઈ પટેલ યુવા મોરચા પ્રમુખ હરીશભાઈ ભરવાડ યુવા મોરચા મહામંત્રી બ્રિજેશભાઈ ત્રિવેદી યુવા મોરચા માંથી કિંજલભાઈ, દર્શિતભાઈ, હાર્દિકભાઈ, સંદીપભાઈ, ધ્રુવભાઈ તથા બુથના યુવાનો બહેનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા  હતા જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ ચર્ચા વિચારણા કરી સલાહ સૂચનો અને માર્ગદર્શનની આપ-લે કરવામાં આવી હતી.