આંતરરાજય ચેક પોસ્ટ ઉપરથી એક ઇસમને ગેરકાયદેસર બંદૂક સાથે પકડી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાડતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી,સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓની સુચનાથી લોકસભા ચુંટણી અનુસંધાને ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ, ઈડર તથા શ્રી ડી.એન.સાધુ સી.પી.આઈ. સા.શ્રી ખેડબ્રહ્મા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો એ.વી.જોષી પો.સબ ઇન્સ. આ દિશામા સતત કાર્યશીલ હતા

 

આજરોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા અને પઢાસ ચેકપોસ્ટ નજીક જતા ગરનાળાની નજીકમાં આવેલ ઝાડીઓમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમા લુપાતો-છુપાતો જતો જોવા મળતા સરકારી વાહન ઉભુ રખાવી નીચે ઉતરી કોર્ડન કરી સદરી ઈસમને પકડી પાડી ચેક કરતા તેના હાથમા એક ફુધીદાર દેશીબનાવટની એક નાળીવાળીબંદૂક મળી આવતા સદરી ઇસમનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ નાંણાભાઈ લાલાભાઈ જાતે ખોખરીયા રહે. ટુટાખાદરા ફળો, પઢારા,તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવેલ તેમજ બંદૂક સંબંધે પુછતા આ બંદૂક લાયસન્સ વગરની હોવાની તેમજ પોતાના પૌત્ર કિશનભાઈ બાલુભાઈ ખોખરીયા આજથી બે વર્ષ અગાઉ ક્યાકથી લાવેલ હોવાનુ જણાવતા આરોપી નં (૧) નાંણાભાઈ લાલાભાઈ જાતે ખોખરીયા રહે. ટુટાખાદરા ફળો, પઢારા તા.ખેડબ્રહ્મા વાળાએ પોતાના અંગ કબજામાં વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે દેશી બનાવટની ફુલ્લીદાર સીંગલ બેરલ બંદુક(અગ્નિશસ્ત્ર) કિંમત રૂપિયા-૫,૦૦૦/-ની રાખી પકડાઈ જઈ ગુન્હો કરેલ હોય અને આરોપી નં.(૨)કિશનભાઈ બાલુભાઈ ખોખરીયા રહે.ટુટાખાદરા ફળો,પઢારા તા.ખેડબ્રહ્માવાળાએ ક્યાંકથી બંદુક લાવી આપેલ હોય જેથી ઉપરોક્ત બન્ને ઇસમો વિરુધ્ધમાં ખેડબ્રહમા પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૪૦૨૭૩/૨૦૨૪ આમ્સ્ટએક્ટ ૧૯૫૯ની કલમ ૨૫(૧-બી)એ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

આમ, ખેડબ્રહ્મા પોલીસને આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

 

પકડાયેલ આરોપી

 

(૧) નાંણાભાઈ લાલાભાઈ જાતે ખોખરીયા રહે. ટુટાખાદરા ફળો,પઢારા તા.ખેડબ્રહ્મા

 

(૨)કિશનભાઈ બાલુભાઈ ખોખરીયા રહે.ટુટાખાદરા ફળો, પઢારા તા.ખેડબ્રહ્મા

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

 

(૧) એ.વી.જોષી પો.સબ.ઇન્સ ખેડબ્રહ્મા

 

(૨) અ.હે.કો. મોહનભાઈ સોમાભાઈ બ.નં.૪૨૬

 

(૩) અ.હે.કો. બાબુભાઈ વાલજીભાઈ બ.નં.૭૩૬

 

(૪) અ.પો.કો. વિકાસકુમાર હસમુખભાઈ બ.નં.૭૨૫

 

(૫) આ.પો.કો. વાસુભાઈ ઈન્દુભાઈ બ.નં.૫૯૦

 

(૬) આ.પો.કો. કિંજલભાઈ રામાભાઈ બ.નં.૧૬૧ (૭) અ.પો.કો. આકાશકુમાર કચરાભાઈ બ.નં.૯૭૮