ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે સમસ્યા હોય તો ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઓમ પ્રકાશને મો. 9510679554 પર સંપર્ક કરી શકાશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અન્વયે મહિસાગર જિલ્લાની 3 બેઠક પર બીજા તબક્કામાં યોજાનાર મતદાન સંદર્ભે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મહિસાગર ચૂંટણી ખર્ચ નિરિક્ષક તરીકે નિયુક્ત કરેલ શ્રી ઓમ પ્રકાશે આજ રોજ (10 નવેમ્બરના) જિલ્લામાં હાજર થઈ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારી અને કલેકટર શ્રી મહિસાગર સાથે ચુંટણીલક્ષી ચર્ચા કરી. મહિસાગર જિલ્લાના પ્રજાજનો, રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે સમસ્યા હોય તો ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઓમ પ્રકાશને મો.9510679554 પર સંપર્ક કરી શકાશે. મહિસાગર જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષક શ્રી ઓમ પ્રકાશ સાહેબ હાલ લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે રોકાયા છે તથા ચુંટણી સમય દરમ્યાન તેઓ મહિસાગર જિલ્લામાં જ રહેશે. સાહેબ શ્રી આગામી સમયમાં ખર્ચ સંબંધિત તમામ કમિટીના નોડલ ઓફીસરો સાથે મિટીંગ યોજી જરુરી માર્ગદર્શન તથા સુચનો આપશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं