સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલની આગેવાનીમાં પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં તિરંગાયાત્રા યોજાઈ
હિંમતનગર ઃ પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં દેશભકિતનો માહોલ છવાયો, ‘ભારત માતા કી જય’ - ‘વંદે માતરમ’ના નારા ગુંજ્યા, આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ના અભિયાન સાથે આજે અમીચંદભાઈ હિરાભાઈ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેપુર ખાતેથી તિરંગાયાત્રા નિકળી ફતેપુર ગામમાં રીમઝીમ વરસાદમાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલની આગેવાનીમાં વિશાળ તિરંગાયાત્રા યોજાયેલ. લોકો નાત - જાત - ધર્મ - જ્ઞાતિ ભુલી આ યાત્રામાં જાેડાયા હતા. એ મેરે વતન કે લોગો... મેરે દેશ કી ધરતી... વંદે માતરમ... સંદેશે આતે હૈ સહિતના ગીતો ગવાયા હતા. આ તિરંગાયાત્રા મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેપુર કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, ગામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હસતે હસતે કટ જાએ રસ્તે, ઝીંદગી યુ હી ચલતી રહે...