ડીસામાં રહેતા કલ્પેશભાઈ મોદી 18 વર્ષથી અંજલી કોર્પોરેશન નામની પેઢી ચલાવી બ્રાન્ડેડ કંપનીઓનાં તેલનો હોલસેલનો વેપાર કરે છે. તેઓનો માલ ધાનેરા સહિત રાજસ્થાનમાં પણ વેચાય છે. જેમાં તેઓના ગોડાઉનમાં તેલ ઓર્ડર તેમજ હિસાબ કિતાબ, લે વેચ મુજબના જથ્થાની દેખરેખ અને હિસાબ છેલ્લા આઠ વર્ષથી દર્શન જયેશભાઇ પોપટિયા નામનો યુવક સંભાળતો હતો. જોકે તેને પોતાની જ પેઢીમાં હાથ ફેરો કરવા નો પ્લાન બનાવ્યો હતો...
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જે મુજબ દર્શને તેના પિતા જયેશ પોપટિયા અને ગોડાઉનથી તેલની ડિલિવરી કરતા રવિ સહિત ત્રણેય શખસોએ સાથે મળી છેલ્લા એક વર્ષથી ગોડાઉન માંથી તેલનો થોડો-થોડો જથ્થો બારોબાર વેચી દેતા હતા. જોકે તેલનો વેપાર નિયમિત ચાલતો હોવા છતાં પણ બેલેન્સ મળતું ન હતું. જેથી પેઢીના માલિકે ખાનગી રાહે તપાસ કરતા મહેતાજી સહિત ત્રણેય લોકો સાથે મળી છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડ્યું હતું.જે મામલે પેઢી ના માલિક કલ્પેશ મોદીએ ત્રણેય લોકો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડીના મુખ્ય આરોપી દર્શનને ઝડપી લઇ વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે...
અહેવાલ : હર્ષદ પટેલ, ડીસા, બનાસકાંઠા...