આમ જોવા જઈએતો દયાળભાઈ દેવીપૂજક સમાજમાંથી આવે છે.
વ્યવસાયે વકીલ છે.
તેઓ દેવીપૂજક સમાજના ભણેલ ગણેલ અને દેવીપૂજક સમાજના શિક્ષિત અને બાહોશ, કાયદા નિષ્ણાંત એવા દ્ધારાશાસ્ત્રી છે અને લીડરશિપ અને દેવીપૂજક સમાજમાં નેતૃત્વ ધરાવતા અડધી રાત્રી નો હોંકારો કહી શકાય તેવા બીજાના સુખે સુખી બીજાના દુખે દુઃખી એવા કાર્યદક્ષ અને કર્મઠ યુવાન છે.
રાજકીય ક્ષેત્રે જ્ઞાતિના સમીકરણો મુજબ જો જોવા જઈએ તો આ ત્રણેય તાલુકાઓમાં દેવીપૂજક સમાજની વસ્તી પણ ખુબજ પ્રમાણમાં વસવાટ કરી રહી છે.અને રાજકીય ક્ષેત્રે પણ આ સમાજનું મહત્વ કઈ ઓછું આંકી શકાય નહીં.
ભાઈશ્રી દયાળભાઈ સર્વ જ્ઞાતિ અને સર્વ સમાજને સાથે લઈને ચાલનાર વ્યક્તિઓ માના એક છે અને દેવીપૂજક સમાજના સર્વ માન્ય ઉમેદવાર છે.
આ ઉમેદવારીથી હરીફ પક્ષમાં પણ રાજકીય ગઢના કાંગરા ખરી પડવાની શક્યતા નકારી પણ શકાય નહીં.
દયાળભાઈ વકીલ ની ઉમેદવારી થી દેવીપૂજક સમાજના આગેવાન ભાઈઓ બહેનોમાં હર્ષની લાગણીઓ જોવા મળી રહી છે.
અને જીતેગા ભાઈ જીતેગા વકીલ સાહેબ જીતેગાના નારા પ્રચંડ બન્યા હતા. અને આ રાજકીય સમરાંગણના પટમાં કોણ વિજેતા બનશે, કોણ બાજી માંરછે. અને કોણ જીતછે અને કોણ બનછે સિકન્દર એ તો આવનારો સમયજ બતાવ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.