વિનોદ સિંધી અને તેની ગેંગને પૂરી કરવા માટે પેટ મોલ્ડિંગ સેલના અધિકારીઓએ દિવસ રાત કામ કરી રહ્યા છે. વિનોદ સિંધીના દુબઈ ભાગી ગયા બાદ તેના દારૂનું નેટવર્ક અલગ અલગ લોકો ચલાવતા હતા. જેમાં આજે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અમદાવાદમાં દારૂનું ડિસ્ટ્રીબ્યુશન કરનાર સુનિલ દરજીને એસએમસીએ ઝડપી પાડ્યો છે. સુનિલ દરજી વિનોદ સિંધીનો માત્ર ડિસ્ટ્રીબ્યુટર નહોતો, પરંતુ તે તેના ઉત્તર ગુજરાત અને અમદાવાદને દારૂનો હિસાબ પણ કરતો હતો. વિનોદ સિંધીની ધરપકડ માટે પ્રયાસ ચાલી રહ્યા છે, ત્યારે તેના હવાલા અને મહત્વની કાર્યો સુનિલ દરજીની ધરપકડ બાદ સામે આવશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્યમાં ચૂંટણી પૂર્વે વિજિલન્સને ઈનામી લિસ્ટેડ બૂટલેગરને ઝડપી પાડવા વધુ એક સફળતા હાથ લાગી છે. વિજિલન્સે બાતમીના આધારે રાજસ્થાનના બૂટલેગરને ઝડપી પાડ્યો છે. વિજિલન્સની તપાસમાં બૂટલેગર 20 ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ બૂટલેગર વિરુદ્ધ 25 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં ગણતરીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ અટકાવવા અને લિસ્ટેડ બૂટલેગર પર કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડાએ સ્પષ્ટપણે આદેશ આપ્યા હતા. જોકે આ મામલે સ્થાનિક પોલીસની નિષ્ફળતાના પગલે હવે વિજિલન્સ કમાન સંભાળી લીધી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે વિજીલન્સે બાતમીના આધારે લિસ્ટેડ બૂટલેગર રાજસ્થાનના રહેવાસી સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજીને ઝડપી પાડ્યો હતો.

લિસ્ટેડ બૂટલેગર સુનિલની ધરપકડ બાદ વિજિલન્સની તપાસમાં રાજ્યમાં 20 ગુનાઓમાં તેમજ અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસમાં વિજિલન્સને જાણવા મળ્યું હતું. આરોપી ગુજરાતમાં ઘણા સમયથી દારૂ મંગાવી વેચાણ કરતો હતો. જેથી વિજિલન્સે લિસ્ટેડ બૂટલેગર સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી વિરુદ્ધ 25 હજાર ઇનામ જાહેર પણ કર્યું હતું.