આજ ની યુવાપેઢી તથા ભવિષ્ય નું ભાવિ મોબાઇલ તરફ ઓછું રહે અને શિક્ષણ તરફ પ્રેરાય તથા હથિયારી તાલીમ જુએ જાણે અને શીખે તે માટે આજ રોજ રાજુલાના વાવેરા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને રાજુલા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા હથિયારી તાલીમ આપવામાં આવી.
જેથી બાળકોમાં નવું જોવા જાણવા નો ઉત્સાહ વધે તથા હથિયારો થી અવગત થાય એ માટે રાજુલા પોલીસ કચેરીમાં થી એ.એસ.આઈ.એન.બી.સિંધેવ, એ.એસ.આઈ. કે.પી. સોસા,મેહુલભાઈ પંડ્યા તથા સંજયભાઈ ચાવડા તથા અન્ય પોલીસ સ્ટાફ આવી બાળકોને ખૂબ સરસ સાયબર ક્રાઇમ વિશે તથા હથિયારો વિશે સમજણ આપેલ.