ખંભાતમાં લોકો વિકાસના કામો ન થતા હોવાથી વિરોધ કરી રહ્યા છે.દર વર્ષે ચૂંટણી ટાણે આશ્વાસન આપી મતો મેળવી છટકી જતા રાજનેતાઓની ખેર નથી.આજ રોજ એક બાજુ અલિંગ વિસ્તારમાં રાણા સમાજ દ્વારા મયુરભાઈ રાવલનો વિરોધ નોંધાવ્યો છે.જ્યારે વર્ષોથી ખંભાતના કતકપુરના સીમ વિસ્તાર એવા બોડીયાના નાકાથી આંબાખાડ જતો માર્ગને વારંવાર લેખિત રજુઆત કરવા છતાંય ન બનાવતા અહીંના સ્થાનિકોએ રોષ વ્યક્ત કરી નોંધાવ્યો છે.સ્થાનિકોએ આ વખતે પ્રજાના કામ ન કરનાર નેતાઓને પાઠ ભણવવા "રોડ નહિ તો વોટ નહીં" ની ચીમકી ઉચ્ચારી છે.
મળતી માહીતીનુસાર, ખંભાતના કતકપૂર સીમ વિસ્તારના બોરીયાના નાકાથી આંબાખાડ જતો માર્ગ કાચો અને બિસ્માર છે.સગર્ભા મહિલાઓ, નાના બાળકો,વૃદ્ધ વ્યક્તિઓને સૌ કોઈને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડે છે.ચોમાસા દરમિયાન તો માર્ગ વચ્ચે પડી જતા કેટલાકને ઇજાઓ થવા પામી હતી.આ અંગે ધારાસભ્ય મયુરભાઈ રાવલને લેખિતમાં અરજી આપવા છતાંય કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી.નોંધનીય છે કે, સદર વિસ્તારમાં આવેલ માર્ગનો ૫૦૦થી વધુ સ્થાનિકો અવરજવર માટે ઉપયોગી છે. પરંતુ જોખમી માર્ગને બનાવી ન આપતા અકસ્માતની ભીતિ સર્જાઈ છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368