યાત્રાધામ ડાકોર ખાતે અમૃત ૨.૦ અંતર્ગત મુખા તળાવ નું રીનોવેશન અને બ્યુટીફિકેશન કરવામાં આવશે ..

તળાવો ને નવીન રૂપ આપવાની યોજના અમૃત ૨.૦ માં ડાકોર નું મુખા તળાવ બનશે યાત્રિકો માટે નવું કેન્દ્ર !

ધારાસભ્ય નાં હસ્તે કરાયું ખાત મુહૂર્ત !

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં ગાયોના વાળા તરફ જતા આવતું મુખા તળાવ નું રિનોવેશન અને બ્યુટી ફિકેશન માટે ગત રોજ ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય અને ડાકોર નાં નવ નિયુક્ત ચીફ ઓફિસર દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ..

આ પ્રસંગે ઠાસરા મામલતદાર ડાકોર નગર પાલિકા નાં કર્મચારીઓ અને ડાકોર ભાજપ શહેર પ્રમુખ સહિત નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અમૃત તળાવ ૨.૦ યોજના અંતર્ગત ડાકોર નાં મુખા તળાવ ને ૪.૫ કરોડ રૂપિયા નાં ખર્ચે નવિની કરણ અને બ્યુટી ફીકેશન કરવામાં આવશે 

આ પ્રસંગે ઠાસરા વિધાનસભા નાં ધારાસભ્ય યોગેન્દ્ર સિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ થી ડાકોર માં વિકાસ નો નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે અને સરકાર ની આ યોજના થી અહીંના તળાવ નાં બ્યુટી ફિકેશન કરવાથી ડાકોર આવતા યાત્રિકો અને નગર જનો ને આનો લાભ મળશે