છેલ્લા 25 વર્ષ જૂનો પગપાળા સંઘ આજે ફરી રાજસ્થાન ના કલવાના ખાતે નીકલ્યો, મોટી સંખ્યા માં લોકો સંઘ સાથે જોડાઈ પગપાળા ભૈરવ બાબા ના દર્શન માટે નીકળ્યા
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. તો માં અંબા માં ધામે હજારો લાખોની સંખ્યામાં લોકો પગપાળા કરી સંઘ લઈ માં અંબાના ધામે આવતા હોય છે .આજે અંબાજીથી મોટી સંખ્યામાં લોકો પગપાળા સંઘ લઈ રાજસ્થાનના મેવાડ ખાતે આવેલા કલવાણા નીકળ્યા છે. અંબાજીમાં વસવાટ કરતા રાજસ્થાની લોકો દ્વારા આજે સંઘ લઈ પગપાળા કરી સેકડો કિલોમીટર દર્શન માટે કલવાણા ખાતે નીકળ્યા છે .અંબાજી થી છેલ્લા 25 વર્ષથી આ સંઘ પગપાળા કરી રાજસ્થાનના મેવાડમાં આવેલા કલવાણા ખાતે ભૈરવ બાબા ના દર્શન માટે જતો હોય છે. તો આજે આ સંઘ માં 40 થી વધુ ભક્તો જોડાઈ પગપાળા સંઘ લઈ રાજસ્થાન નીકળ્યા છે .યાત્રાધામ અંબાજી થી ચાર દિવસનું પગપાળા સંઘ લઈ રાજસ્થાનના કલવાણા ખાતે પહોંચશે .તો કલવાના મા ભૈરવ બાબા ના દર્શન કરી ભજન સંધ્યામાં ભાગ લઈ પરત અંબાજી આવશે.