દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડી તથા એક મેક્ષ ફોર વ્હીલર ગાડી એમ બે વાહનોમાંથી કુલ રૂા.૬,૨૫,૧૫૨ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને ગાડીઓ મળી કુલ રૂા. ૧૧,૭૫,૧૫૨નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જ્યારે પોલીસને ચકમો આપી બંન્ને ગાડીઓમાં સવાર ત્રણ જેટલા ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. ગત તા.૦૯મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે માંડવ ગામે ચોકડી ખાતે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી તથા એક મેક્ષ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી હતી જ્યારે પોલીસને દુરથી જાેઈ ગાડીમાં સવાર કલસીંગભાઈ સુરસીંગભાઈ બારીયા (કોળી) (રહે. માંડવ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ), મહીન્દ્રા મેક્ષ ફોર વ્હીલર ગાડીનો ચાલક અને બોલેરો ફોર વ્હીલર ગાડીનો ચાલક એમ ત્રણેય જણા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે બંન્ને ફોર વ્હીલર ગાડીનો કબજાે લઈ બંન્ને ગાડીઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૬૧૬૮ કિંમત રૂા.૬,૨૫,૧૫૨ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને ફોર વ્હીલર ગાડીઓની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧૧,૭૫,૧૫૨નો મુદ્દામાલ કબજે કરી સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰঙী সামূহিক উন্নয়ন মঞ্চৰ সভা অনুষ্ঠিত। মৰঙী মৌজাৰ বিভিন্ন সমস্যাক লৈ পৰ্যালোচনা।
আজি ফলঙনি নামঘৰীয়া প্ৰাথমিক বিদ্যালয়ত মৰঙী মৌজা সামূহিক উন্নয়ণ মঞ্চৰ এখনি সভা অনুষ্ঠিত হয়।...
Israel और Hamas के बीच जारी संघर्ष से क्यों डरे हुए हैं Britain में रहने वाले यहूदी? (BBC Hindi)
Israel और Hamas के बीच जारी संघर्ष से क्यों डरे हुए हैं Britain में रहने वाले यहूदी? (BBC Hindi)
Samsung Galaxy Z Fold 6 और Flip 6 के लॉन्च को लेकर सामने आई डिटेल, टाइटेनियम फ्रेम के साथ होगी एंट्री?
फोल्डेबल स्मार्टफोन्स की कथित अफवाहें इंटरनेट पर चल रही हैं और कई जगह तो इनके स्पेक्स तक की...
मनसेने सोडल्या छत्रपती संभाजीनगर पाटी लावून बस
मनसेने सोडल्या छत्रपती संभाजीनगर पाटी लावून बस
વાછાવડમાં જમીન પર કબજો કરી 7 મકાન બનાવી દેનાર 6 વિરુદ્ધ ગુનો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા સુરત ખાતે રહેતા તેજશભાઈ ઠાકોરભાઈ મૈસૂરિયાએ મહુવા...