સુરેન્દ્રનગર દીક્ષાર્થી કુમારી દિપાલીબેન નો વરસીદાનનો ભવ્યાથી ભવ્ય વરઘોડો અને સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે.વઢવાણ શહેરમાં શેઠ શ્રી ભરતભાઈ ત્રંબકલાલની સુપુત્રી કુમારી દિપાલીબેનની દીક્ષા તારીખ ૨૮-૧૨- ૨૦૨૨ ના રોજ અમદાવાદ મુકામે આચાર્ય ભગવંત શ્રી યોગ તિલકસૂરીશ્વરજીમહારાજની નિશ્રામાં યોજાશે.તે નિમિત્તે મુનિરાજ શ્રી મુનિદ્રયશ વિજય મહારાજ સાહેબની શુભ નિશ્રામાં રવિવાર તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી ભવ્યથી ભવ્ય વરસીદાન નો વરઘોડો વાજતે ગાજતે વઢવાણ શહેરના રાજમાર્ગો પર સફળ શ્રી સંઘની સાથે નીકળશે.તેમાં પધારવા સર્વ ભાવિકોને સંઘે નિમંત્રણ આપ્યું છે તેમજ રાત્રે ૮:૦૦ વાગે દીક્ષાર્થીનો વિદાય સમારંભ યોજાશે.