હાલોલ વિધાનસભાની બેઠક માટે ફરી એકવાર સિટિંગ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનું નામ જાહેર કરાતા ભારતીય જનતા પાર્ટીના કેટલાક ભૂતપૂર્વ સિનિયર હોદ્દેદારો કાર્યકરોમાં વિરોધનો સુર ઊભો થવા પામ્યો છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી હાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના બે ભાગલા પડી જવા પામ્યા છે જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિરોધમાં હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ પરમાર તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જસવંતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કેટલાક ભૂતપૂર્વ સિનિયર કાર્યકરો તેમજ ભાજપાના કેટલાક નારાજ કાર્યકરોએ મોરચો ખોલ્યો છે જેમાં ગત દિવસોમાં પંચમહાલ જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્યની વિરુદ્ધમાં કેટલાક સિનિયર કાર્યકરો સહિત યુવા કાર્યકરોએ હાલોલ વિધાનસભા બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી હતી જોકે ગત રોજ જાહેર થયેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીમાં હાલોલ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પર ભરોસો મૂકી ભાજપા દ્વારા તેઓને ફરી રીપીટ કરાતા હાલોલ વિધાનસભા મત વિસ્તારના વિસ્તારોમાં કહી ખુશી કહી ગામનો માહોલ જોવા મળ્યો હતો જેમાં જયદ્રથસિંહ પરમારના ટેકેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરોમાં ભારે ખુશીની લાગણી ફેલાઈ હતી જ્યારે તેઓની સામે નારાજ થયેલ ભાજપની બી ટીમની છાવણીમાં વિરોધનો સૂર ઊભો થયો હતો જેમાં જયદ્રસિંહજી પરમારનું નામ જાહેર થતાં જ તેઓએ બેઠક યોજી જયદ્રથસિંહ પરમારના વિરોધમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલને એક પત્ર લખી વિરોધમાં જોડાયેલા લોકોએ હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને બદલવા માટેની માંગણી કરી હતી જેમાં પત્રમાં રજૂઆત કરાઈ હતી કે વિધાનસભામાં અત્યાર સુધી કોઈપણ જાતના જ્ઞાતિના સમીકરણ જોયા વિના કાર્યકર્તાની મેહનત પર 20 વર્ષથી હાલોલ વિધાનસભામાં જયદ્રસિંહજી પરમાર વિજેતા બનતા રહ્યા છે આ વખતે ભારે વિરોધ વચ્ચે તેઓને ફરીથી પાંચમી ટર્મ માટે ઉમેદવાર બનાવ્યા છે જેનાથી સમગ્ર વિધાનસભામાં બદલાવની અપેક્ષા ઠગારી નિવડતા કાર્યકર્તામાં ખૂબ જ રોષ છે તો ઉમેદવાર બદલવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટેની ભાજપની ભી ટીમ દ્વારા માંગ કરાઈ છે.