ઈચ્છાપોરના યુવકે સેકન્ડના 3 ટ્રેલરલેવામાં 12 લાખ ગુમાવ્યા વડોદરાના ટ્રાન્સપોર્ટરે ટ્રેલરો વેચી બેંકમાં લોન ભરપાઈ ન કરી છેતરપિંડી આચરી વડોદરાના ટ્રાન્સપોર્ટરે 12 લાખમાં સુરતના ટ્રાન્સપોર્ટરને 3 ટ્રેલરો વેચાણથી આપી બેંકમાં લોન ભરપાઇ કરી ન હતી. જેના કારણે સુરતના ટ્રાન્સપોર્ટરને ટ્રેલરોની એનઓસી ન મળતા મામલો ઈચ્છાપોર પોલીસમાં પહોંચ્યો છે. સુરતમાં મોરાટેકરા ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સુરેશ શીવમૂર્તિ યાદવે ઈચ્છપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વડોદરા ટ્રાન્સપોર્ટર સતવીન્દરસીંગ ઉર્ફે રોમીસીંગ ચરનજીતસીંગ(રહે, જીઆઇડીસી એસ્ટેટ, વડોદરા)ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદમાં જણાવ્યું કે, સુરેશ યાદવ હજીરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓને ટ્રેલરોની જરૂર હતી. આથી સુરેશ યાદવે 15 લાખમાં 3 ટ્રેલરો સેકન્ડમાં ખરીદી કરવા આરોપી સતવીન્દરસીંગને 12 લાખની રકમ આપી 3 ટ્રેલરો ખરીદી લીધા હતા. પછી સતવીન્દરસીંગએ 75 દિવસમાં એનઓસી આપવાનો વાયદો કર્યો હતો. એનઓસી આવે પછી 3 લાખની રકમ આપવાનું નક્કી કર્યુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં રાજકોટ રેન્જ આઇજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું
સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક...
ડીસામાં મહીલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરાઇ
ગુજરાતમાં સૌપ્રથમ ડીસા ખાતે મહિલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં...
IPL Auction 2024 में कितने करोड़ में बिके World Cup Final का हीरो | Travis Head | CSK vs SRH
IPL Auction 2024 में कितने करोड़ में बिके World Cup Final का हीरो | Travis Head | CSK vs SRH