ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની જુદી જુદી કુલ ૧૩ સ્પર્ધાઓ રહેશે, જે માટે ખેડા જિલ્લાના સ્પર્ધકો કે જેઓની ઉંમર તા. ૩૧/૧૨/૨૦૨૨ ના રોજ ૦૭ થી ૧૩ વર્ષ સુધીની હોય તેવા કોઇપણ ભાઈઓ/બહેન વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ ઉંમરના પુરાવા માટે આધારકાર્ડ અથવા શાળાનું પ્રમાણપત્ર અથવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તાલુકા મામલતદાર કે અન્ય કોઈ રાજ્યપત્રિત અધિકારીના પ્રમાણપત્રની નકલ પ્રવેશપત્ર સાથે મોકલી આપવાનું રહેશે. ભાગ લેનાર સ્પર્ધકોનાં પ્રવેશપત્રો તા:- ૨૩/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતે મોકલી આપવાનાં રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી – ૯૭૨૨૨૧૯૭૭૨ ના નંબર પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા (નડીઆદ) ની યાદિમાં જણાવવામાં આવે છે.