સુરતનાં ચોર્યાસી વિધાનસભા ની બેઠક પર સૌથી વધુ મતદારો છે
સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં ચોર્યાસી, ઓલપાડ, કામરેજ અને બારડોલીનો વિધાનસભા વિસ્તાર શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારોનું સમન્વય છે. જેથી આ ચારેય બેઠકો પર ગ્રામ્ય અને શહેરી મતદારો નિર્ણાયક બને તેમ હોય લોકોની ખાસ નજર રહેશે. આ ચારેય બેઠકોના મતદાન મથકોની વાત કરીએ તો ચોર્યાસી, ઓલપાડ, કામરેજ અને બારડોલી વિધાનસભાનો ઘણોખરો વિસ્તાર શહેરમાં આવેલો છે. ઓલપાડમાં કુલ 4, 54, 838 મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે 439 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકીના 213 મતદાન મથકો શહેરી વિસ્તારમાં જ્યારે 226 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જ્યારો સુરત જિલ્લાની સૌથી મોટી વિધાનસભા ગણાતી ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં કુલ 5, 65, 111 મતદારો છે. આ મતદારો માટે 526 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકીના 459 મથકો શહેરમાં અને 67 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે.