ડીસા વાડીરોડ વિસ્તાર માં ગટરનું નાળું તુટેલી હાલતમાં રહેતાં સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા..

પાલિકા દ્વારા એક વર્ષની નવું નાળું બનાવાની કામગીરીના અપાયાં ઠાલા વચનો સ્થાનિકોમાં ભારે આકોશ....

નાળાની આસપાસ રહેતાં લોકોને તુટેલા નાળાની અંદરથી અવરજવર કરવા મજબૂર બન્યા..

પાલિકા પ્રમુખની પારદર્શક વહીવટીની મોટી મોટી વાતો થઈ પોકળ સાબિત ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા...

આંગણવાડી કેન્દ્રમાં આવતાં બાળકોનું આરોગ્ય જોખમમાં મૂકાય તેવી પરીસ્થીતીનું નિર્માણ જોવા મળી રહ્યું છે ..

સ્થાનિકો દ્વારા વારંવાર લેખિતમાં અને મૌખિકમાં રજુઆતો કરવામાં આવી હોવા છતાં પરીસ્થીતી જૈસે થે વૈસે પાલિકાના સત્તાધિશો કુંભકર્ણની નિંદ્રામાં...

વાડીરોડ વિસ્તારમાં 2500 લોકો કરી રહ્યા વસવાત છતાં ગટરનાં ગંદા પાણી અને સાફસફાઈના અભાવે પાલિકા સામે ભારે આકોશ વ્યક્ત કરાયો...

શ્રમજીવી વિસ્તારમાં પાલિકાની ભેદભાવભરી નીતી અપનાવવામાં આવતી હોવાના લાગ્યા આક્ષેપ..