સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર આગામી તા. 1લી ડિસેમ્બરે મતદાન અને તા. 8મી ડિસેમ્બરે મતગણતરી બિલકુલ નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે સ્થાનિક ચૂંટણી પંચ કટિબદ્ધ છે. એડવાન્સ પ્લાનિંગ સાથે આગળ વધી રહેલા સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ આજે વિધાનસભા મત વિસ્તાર અને પોલિંગ બુથ અનુસાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ફાળવણી પણ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ દરેક આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોએ પોતપોતાના મત વિસ્તારમાં જેટલા પોલિંગ બુથ છે તે ઉપરાંત 10 ટકા રિઝર્વ, વીવીપેટ સહિતની સામગ્રીઓને શોર્ટલિસ્ટ કરીને તેને સ્ટ્રોંગ રૂમમાં મૂકવા સુધીની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. હાલમાં દરેક મતદાન મથક અનુસાર આ સામગ્રીને લોક એન્ડ કીમાં મૂકવામાં આવશે જે મતદાનના બે દિવસ અગાઉ જે તે મતદાન મથકો સુધી ડિસ્પેચ કરવામાં આવશે.