ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨  

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

૧૨૮- હાલોલ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ૧૨૮-હાલોલ વિધાનસભા મતદાર ભાગની ચૂંટણીની નોટીસ તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ પ્રસિઘ્ધ કરેલ છે. જે અનુસાર ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર,ચૂંટણી અધિકારી અને પ્રાંત અઘિકારીશ્રી, હાલોલ, રૂમ ૩૦૪, ચૂંટણી અધિકારી, ૧૨૮-હાલોલ વિઘાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અઘિકારી હાલોલની કચેરી, મુ.હાલોલ, તા.હાલોલ, જિ.પંચમહાલ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી હાલોલ મુ.હાલોલ, તા.હાલોલ, જિ.પંચમહાલ ખાતે મોડામાં મોડું તારીખ ૧૭ મી નવેમ્બર- ૨૦૨૨ (ગુરૂવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦૦ વાગ્યાથી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે તેમ ચૂંટણી અધિકારી ૧૨૮ હાલોલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી હાલોલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.