મહેસાણા : કડી તાલુકા તેમજ પંથકની અંદર કાયદો વ્યવસ્થા ખરડાય નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે SSB ફોર્સના હથિયારોથી સજ્જ જવાનો પણ ખડકી દેવામાં આવ્યા છે અને સમગ્ર મહેસાણા જિલ્લામાં કુલ 9 બોર્ડર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટેની ચોક્કસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
2022 વિધાનસભાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે કડી તાલુકાના નંદાસણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કડી તાલુકા તેમજ પંથકની અંદર કાયદો વ્યવસ્થા ખરડાય નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે SSB ફોર્સના હથિયારોથી સજ્જ જવાનો પણ ખડકી દેવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગૃહ વિભાગ દ્વારા પોલીસને અલર્ટ કરી દેવામાં આવી છે અને વિવિધ જગ્યાએ ચેક પોસ્ટો પર ઊભી કરવામાં આવી છે જેમાં કડી તાલુકાના નંદાસણ મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે જેમાં SSB ફોર્સના હથિયારથી સજજ જવાનો તેમજ મહેસાણા DYSP આઈ. આર. દેસાઈ, નંદાસણ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે બુધવારે રાત્રી દરમ્યાન ચૂંટણી ટાણે નાણાં, દારૂ તેમજ અન્ય ચીજ વસ્તુની હેરાફેરી ન થાય જે માટે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.