સી.આર.પી.સી. કલમ -૧૦૭ / ૧૧૬ મુજબ કુલ -૫૩૫ , * સી.આર.પી.સી. કલમ -૧૦૯ મુજબ કુલ -૧૪૭ . * સી.આર.પી.સી. કલમ -૧૧૦ મુજબ કુલ -૧૩૮૦ . * સી.આર.પી.સી. કલમ -૧૫૧ મુજબ કુલ -૨૧૪ તા .૦૯ / ૧૧ / ૨૦૨૨ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ની ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી નિયંત્રણમાં રહે તથા ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી અસુરક્ષિત મતદારોને થતી પરેશાની અટકાવવા અને અસુરક્ષીતતા ઉભી કરતા માથાભારે વ્યકિતઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા ૨૨૭૬ વ્યકિતઓ ઉપર સી.આર.પી.સી. કલમો મુજબ અટકાયતી પગલા લેવામાં આવેલ છે .
સી.આર.પી.સી. કલમ -૧૦૯ મુજબ કુલ -૧૪૭ , * સી.આર.પી.સી. કલમ -૧૧૦ મુજબ કુલ -૧૩૮૦ , * સી.આર.પી.સી. કલમ -૧૫૧ મુજબ કુલ -૨૧૪ તેમજ ૫૨૮ માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા હદપારની દરખાસ્ત તેમજ પ્રોહિ -૯૩ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે . * પાસા -૪૬ * હદપાર -૧૪૧ * પ્રોહિ -૯૩ મુજબ -૩૪૧ તેમજ દારૂની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યકિતઓ ઉપર અવાર નવાર રેઇડો કરી દેશી દારૂ તથા ઇગ્લીંશ દારૂના કેસો અંગે અસરકારક કામગીરી કરવામાં આવેલ છે . * દેશી દારૂ -૧૬૩ લીટર કિ.રૂ .૩૨૬૦ / * ઇગ્લીંશ દારૂ બોટલ ૩૨૧ કિ.રૂ .૭૦૭૨૫ / * રોકડ રકમ , વાહનો તથા મુદ્દામાલ કિ.રૂ .૩,૭૧,૭૧૪ / - કબ્જે કરેલ છે . આ ઉપરાંત હથીયાર લાયસન્સ ધરાવતા વ્યકિતઓ પાસેથી કુલ ૧૦૩૩ હથીયાર જમાં લેવામાં આવેલ છે . આ ઉપરાંત વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે અત્રેના જીલ્લામાં કુલ -૩૦ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે . આ ચેકપોસ્ટ ઉપર CAPF ( પેરા મીલેટ્રી ફોર્સ ) તથા સ્થાનિક પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ કરી આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવે છે . અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહના માર્ગદર્શન તેમજ સુચના હેઠળ વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ની ચૂંટણી ભયમુક્ત અને તટસ્થ રીતે યોજાય તે માટે અમરેલી જીલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.