ધારીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચિતલના એક પ્રૌઢા મંદિરે દર્શન કર્યા બાદ હાથ-પગ ધોવા જતાં અકસ્માતે પગ લપસતાં ઘુનામાં પડી ગયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે ધીરૂભાઈ વશરામ કાલેણા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મંગુબેન હરીભાઈ કાલેણા (ઉ.વ.૭૫) ધારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી નદીના પાણીમાં હાથ-પગ ધોવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતા નદીના ઘુનામાં પાણીમાં પડી જતા ડુબી જવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.