💫 *ગુનાની વિગત-*

         ગઇ તા.૨૦/૦૯/૨૨ ના કલાક-૧૯/૪૫ વાગ્યાના સમય દરમ્યાન સુરત શહેરના કાપોદ્રા સ્નેહમુદ્રાની પાસે આવેલ અક્ષર ડાઇમંડ બિલ્ડીંગ નં-૫ ગાળા નં-૧૦૧ ભ્રમાણી ડાઇમંડમાંથી અજાણ્યા ઇસમો ઉ.વ.આશરે ૨૦ થી ૩૫

વષૅના જેટલાના અને કાઠીયાવાડી ભાષા બોલતા જેઓએ ફરી.શ્રી મનસુખભાઇ મગનભાઇ અવૈયા રહે.સી/૨૮૯ સુર્યદર્શન સાયલેન સીટી વાવ ગામ પાસે કામરેજ વાળાના ગળાના ભાગે ધારદાર છરા જેવું હથીયાર રાખી ઓફિસ તેમજ

કારીગરોને કામ કરવાં આપેલ રી-કટ હિરાઓ આશરે ૧૦૦ કેરેટના કિ.રૂ.૫૫૦૦૦૦/- તેમજ ૨૦ કેરેટના તૈયાર હિરા કિ.રૂ.૧૦૦૦૦૦/- તથા રોકડા રૂ.૧૦૮૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૭૫૯૦૦૦/- ની લુંટ કરી નાસી ગયેલ જે અંગે સુરત શહેર કાપોદ્રા પો.સ્ટેમાંગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૨૧૬૦૨ આઇપીસી કલમ ૩૯૨ ૫૦૬(૨

૧૧૪ તથા જી.પી.એ કલમ ૧૩૫ મુજબ ગુન્હો રજી થયેલ હતો. જે ગુન્હાના કામે તપાસ દરમ્યાન ત્રણ આરોપીઓને સુરત શહેર કાપોદ્રા પો.સ્ટેમાં અટક કરેલ તેમજ આ ગુન્હાના કામે પ્રદિપભાઇ મંગળુભાઇ ધાખડા રહે.ઉછૈયા તા.રાજુલા

જિ.અમરેલી વાળા નાસતાં ફરતા હતા જે આરોપીની તપાસમાં રહેવા અંગે કાપોદ્રા પો.સ્ટેના એ.એસ.આઇ બળદેવભાઇ અદેરસીંગભાઇએ રાજુલા પો.સ્ટે.ને આરોપીની તપાસમાં રહેવા બાબતે યાદી પાઠવેલ હતી.

           જે અન્વયે મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

           જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી, એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ હેડ કોન્સ. બી.એમ.વાળા તથા મુકેશભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના HC ભીખુભાઇ

સોમાતભાઇ ચોવટીયા તથા ટાઉન બીટના પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા પોલીસ સ્ટાફ દ્રારા સુરત શહેર કાપોદ્રા પો.સ્ટેમાંગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૨૧૬૦૨ આઇપીસી કલમ ૩૯૨ ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એ કલમ ૧૩૫ મુજબના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ

ટાળવા છેલ્લા દોઢેક માસથી નાસતા ફરતાં આરોપીને રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે.ને સોપી આપેલ છે.

💫 *પકડાયેલ આરોપીની વિગત-*

(૧) પ્રદિપભાઇ મંગળુભાઇ ધાખડા ઉ.વ.૧૯ ધંધો.હિરા ઘસવાનો રહે.રાજુલા દુર્લભનગર મુળ ગામ-ઉછૈયા તા.રાજુલા. જી. અમરેલી.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.