રાજ્ય માં લોકશાહીના મહા પર્વ એવી વિધાન સભા ની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, જ્યારે દરેક રાજકીય પક્ષો રાજ્ય ની 182 બેઠકો માટે પોત પોતાના ઉમેદારોની જાહેરાત કરવા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી ચુક્યા છે..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અને હવે જુજ દિવસોમાં દરેક બેઠક દીઠ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવશે. જેને અનુરૂપ સત્તા પક્ષ એવી ભારતીય જનતા પાર્ટીએ ગત રોજ દિલ્હી ખાતે બેઠક યોજી ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા વિચારણાની શરૂઆત કરી દીધી છે..
સૂત્રો થકી મળતી વિગતો મુજબ આ વખતના ચૂંટણી જંગમાં બીજેપી દ્વારા નવ યુવાનોને મેદાનમાં ઉતરવાની ચર્ચાઓ ચાલી રહી છે, તેમજ નારી શક્તિને ઉજાગર કરવા એક ડઝન થી વધુ મહિલાઓને ટીકીટ આપવાની તૈયારી દર્શાવી રહી છે..
ભાજપ દ્વારા મહિલા ઉમેદવારો ને પ્રોત્સાહન આપવાની ચર્ચા જ્યારથી વાયુ વેગે પ્રસરાઈ રહી છે, ત્યારથી બનાસકાંઠા ની દિયોદર બેઠક પર ભાજપા તરફે સંભવિત ઉમેદવારો ની યાદીમાં ભીખીબેન લક્ષ્મીરામ વોરાનું નામ મોખરે આવી ગયું છે..
ભીખીબેન વોરા દિયોદર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક સેવા ભાવી મહિલાની છબી ધરાવે છે..
સાથો સાથ પ્રામાણિકતા અને સરળ વ્યક્તિતત્વના કારણે ભીખીબેન વોરા દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં પુરૂષ ઉમેદવાર કરતા પણ વધુ પ્રચલિત બની ગયા છે..
ભીખીબેન વોરા દિયોદર તાલુકાના રૈયા ગામના વતની છે, તેઓ એમ એ બીઈએડ નો અભ્યાસ કરી હાલ કસ્તુરબા ગર્લ્સ હાઇસ્કુલ દિયોદર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે..
પોતાના વારસામાં મળેલ સંસ્કારોને અનુરૂપ સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે..
અને હાલ પણ તેઓ મહાકાળી સખી મંડળ, રૈયા ગામના પ્રમુખ છે, તથા બ્રાહ્મણ સમાજ મહિલા મંડળના મેમ્બર છે..
ભીખીબેન વોરાની સેવાકીય કારકિર્દીમાં ચાર ચાંદ લગાવતી તેઓની લોક ચાહનાને કારણે વિશ્વની સૌથી મોટી ભાજપા પાર્ટીએ પણ તેઓને વર્ષ 2000 થી સક્રિય સભ્ય તરીકે દિયોદર તાલુકા ભાજપમાં સ્થાન આપ્યું હતું..
હાલ પણ તેઓ ભાજપના એક વફાદાર સૈનિકની જેમ અડીખમ કેસરિયો લહેરાવી રહ્યા છે..
અને જ્યારથી તેઓએ દિયોદર વિધાનસભા બેઠક પરથી સંભવિત ઉમેદવારોમાં પોતાના નામની જાહેરાત કરી છે..
ત્યારથી સભ્ય સમાજમાં ભીખીબેનની લોક ચાહનમાં વધારો થવા લાગ્યો છે, અને દિયોદર મત ક્ષેત્રના લોકો પણ ભીખીબેનના સાથે હોવાની સરા જાહેર કબુલાત કરી રહ્યા છે..
દિયોદર બેઠક પર થી ભીખીબેન ને ઉમેદવાર તરીકે ઉતારશે તો હરીફ પક્ષોની મહેનતમાં અનહદ વધારો થઈ શકે છે..
હવે જોવું રહ્યું કે ભીખીબેન જેવા સેવાભાવી વ્યક્તિત્વને ધારાસભ્ય તરીકે દિયોદર મત વિસ્તાર ના લોકો ની સેવા કરવાની તક મળે છે કે નહી..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા