વિધાનસભાની ચૂંટણીમાં વિદેશી દારૂ અને નાણાંકીય હેરફેર રોકવા માટે મહેસાણા જિલ્લાની વિવિધ બોર્ડર ઉપર 9 ચેકપોસ્ટ પોલીસ દ્વારા ઊભી કરવામાં આવી છે. જ્યાં રોજે રોજ વાહન ચેકિંગની કામગીરી શરૂ કરાઇ છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન અન્ય જિલ્લામાંથી વિદેશી દારૂ, રોકડ રકમ, ગેરકાયદે હથિયારો સહિતની હેરાફેરી તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રવેશતી રોકવા મહેસાણા જિલ્લાની ફરતે આવેલા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી પ્રવેશતાં માર્ગો અને જિલ્લામાં આવેલી બોર્ડરો પર પોલીસ દ્વારા 9 ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે. હથિયારોથી સજ્જ સીઆરપીએફ ની ટુકડી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથેની આ ચેકપોસ્ટો ઉપર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઇ છે.
તાલુકો ચેકપોસ્ટ
સતલાસણા આંબાકાંઠા
વડનગર વલાસણા
ઊંઝા બ્રાહ્મણવાડા
બહુચરાજી બહુચરાજી
મોઢેરા મોઢેરા
નંદાસણ નંદાસણ હા.
મહેસાણા અલોડા
લાંઘણજ ગોઝારિયા
વિજાપુર દેરોલ પુલ