સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે, સ્થાનિક ચૂંટણીમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય, ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ જાહેરાત કરી છે. વલસાડના ધરમપુરમાં AAPની જાહેર સભા યોજાઈ, જેમાં ધરમપુરના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઈશ્વર પટેલ ફરી આપમાં જોડાયા. 2022માં ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી આપમાં જોડાયા બાદ થોડા સમયમાં તેમણે આપમાંથી રાજીનામું આપી દીધુ હતુ. જોકે ફરી એક વખત ચૈતર વસાવાની હાજરીમાં ઈશ્વર પટેલે આપનો ખેસ ધારણ કર્યો. સભામાં ચૈતર વસાવાએ ફિલ્મી સ્ટાઇલમાં ડાયલોગ બાજી કરી સરકાર અને સ્થાનિક સાંસદ પર કટાક્ષ કર્યા. આ દરમિયાન આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડશે તેવી પણ જાહેરાત કરી.