વઢવાણ ધ્રાંગધ્રા અને મુળી તાલુકા નાં ૩૧ ગામોમાં નર્મદા નાં નીર માટે ની લડત સમિતિના પ્રમુખ દ્વારા અને સરપંચો દ્વારા મતદાન બહિષ્કાર નું એલાન પરત ખેંચવામાં આવેલ હતું એ પણ જીલ્લા ભાજપ નાં પ્રમુખ નાં કહેવાથી માટે આ નિર્ણય ખેડૂતો ને માન્ય નથી અને ખેડૂતો ને આ સમિતિ પણ માન્ય નથી કારણકે સમિતિ દ્વારા ખેડૂતો ની એક મજાક કરવામાં આવી છે ખેડૂતો છેલ્લા ૨૦૧૪ થી આ નર્મદા નાં નીર માટે ની લડત લડી રહ્યા છે તમામ મુખ્યમંત્રી ને રજુઆત કરી ચુક્યા છે અને ગામોમાં મતદાન બહિષ્કાર નાં બેનરો લાગી ગયાં છે ત્યારે ખેડૂત સમિતિ નાં હોદેદારો એ ખેડૂતો નો વિશ્વાસ ઘાત કરેલ છે અને ભાજપ નાં સમર્થનમાં આ કાર્યક્રમ પરત ખેંચવામાં આવેલ છે અને ભાજપ ને ટેકો જાહેર કરવામાં આવેલ છે તે ખેડૂતો ને માન્ય નથી અને ખેડૂતો જ આ સમિતિ નો ત્યાગ કરે છે આવનાર સમયમાં નવી સમિતિ ની રચના કરવા માં આવશે અને હોદેદારો ની નિમણુક ખેડૂતો દ્વારા કરવામાં આવશે આ ચાલુ સમિતી નાં હોદેદારો ખરી રીતે વેચાઈ ચુક્યા હોય તેમ ખેડૂતો ને નજરે લાગે છે નર્મદા નાં નીર માટે ખેડૂતો છેલ્લા ૨૭ વર્ષ થી ભાજપ સરકાર માં સતત રજુઆત કરી ચાતક નજરે નર્મદાના નીર ની રાહ જોઈ રહ્યા છે ત્યારે આગેવાનો આ રીતે પાણી માટે પાણીમાં બેસી જતાં ખેડૂતો ને આઘાતજનક સમાચાર મળતાં આક્રોશ જોવા મળે છે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે આ બાબતે લડત ચાલુ જ રહેશે અને ખેડૂતો સરકાર ની વિરુદ્ધ માં મતદાન કરશે અને નવી સમિતિ બનાવવામાં આવશે તેનાં માટે ખેડૂતો ની એક સભા યોજાશે અને ખેડૂતો માં થી જ હવે હોદેદારો ની નિમણુક કરવામાં આવશે નહીં કે સરપંચો કે કોઈપણ રાજકીય પક્ષો નાં કાર્યકરો ની ટુંકસમયમાં આ બાબતે ખેડૂતો નિર્ણય જાહેર કરી જુની સમિતી ને હટાવવા માં આવશે આ સમિતી નાં આગેવાનો નાં નિર્ણય સાથે ખેડૂતો સહમત નથી તેમ જણાવ્યું હતું