ગુજરાતમાં સીબીઆઈની ટીમે એક એવા વ્યક્તિની અટકાયત કરી છે જે ભાજપના મંત્રીનો પીએ હોવાનું મનાય છે.
જેની પાસેથી બહુ મહત્વના પુરાવાઓ અને જાણકારીઓ મળી છે. જેમાં ભાજપના મંત્રીઓએ કરેલા કોઈ મોટા ગફલાની વાત સીબીઆઈના ધ્યાનમાં આવતા રૂ.200 કરોડના કથિત આ મામલામાંગુજરાતના ટોચના નેતાઓ તેના ભાગીદાર છે.
મુસ્લિમ નેતાઓ અને અગ્રણીઓ સાથે મળી જઈ અશાંત ધારાની કરોડોની મિલકતો ખરીદી હિન્દુઓને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની છેક દિલ્હી સુધી પહોંચતા એક્શન લેવાયાં હોવાની વાત છે, ખેડા જિલ્લાના માતર ખાતે મોટી સંખ્યામાં લઘુમતિ કોમના ઇસમો ખાતેદાર બની ગયા હોવા મુદ્દે ભાજપના મંત્રી શંકાના દાયરામાં આવી ગયા છે.
PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના ધ્યાનમાં ગુજરાતમાં આ ગરબડની ગંધ આવતા સેન્ટ્રલ એજન્સીઓને આ મામલે કામે લગાડી દીધી છે.
બે કેબિનેટ મિનિસ્ટર્સની ખાતા આંચકી લીધા પછી ગુજરાત આવેલી સીબીઆઈની ટીમે એક મંત્રીના પીએની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે.
ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી છે અને આગામી મહિનાના અંતિમ અઠવાડિયાથી તો આચારસંહિત લાગુ થઈ જવાના ભણકારા સંભળાય છે. એવે વખતે નામ પાડ્યા વગરના કોઈ કારણથી કેબિનેટ કક્ષાના બબ્બે મંત્રીઓના ખાતાં છીનવી લેવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયુ નથી પણ મીડિયા રિપોર્ટ્સમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે જેમાં વધુ એક રૂ.200 કરોડની મેટર ભારે ચર્ચાસ્પદ બની છે અને સીબીઆઈની ટીમે એક મંત્રીના પીએની અટકાયત કરી હોવાની ચર્ચાએ રાજકારણમાં ભારે હોબાળો મચાવ્યો છે,મંત્રીના પીએ દ્વારા 2 બેન્કમાં લોન કૌભાંડ આચરાયાની વાત સામે આવી રહી છે.

કેબિનેટ મંત્રીની સાથેજ રહેતા વ્યક્તિની સીબીઆઇએ આકરી પૂછપરછ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં એક રાષ્ટ્રીયકૃત અને એક કો-ઓપ બેંકમાં લોન કૌભાંડ અંગે પૂછપરછ થઈ હોવાનું બહાર આવ્યું છે.
પાછલે બારણે ભાજપના નેતાઓ મુસ્લિમ નેતાઓ અને અગ્રણીઓ સાથે મળી જઈ અશાંત ધારાની કરોડોની મિલકતો ખરીદી હિન્દુઓને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની છેક દિલ્હી સુધી રજૂઆત થઇ હતી. જેમાં ખેડા જિલ્લાના માતર ખાતે મોટી સંખ્યામાં લઘુમતિ કોમના ઇસમો ખાતેદાર બની ગયા હોવાનું પ્રકરણ તાજેતરમાં જ બહાર આવ્યું હતું.
સીબીઆઇ મુંબઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીના પીએ દ્વારા 2 બેંકોમાં લોન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય નાણાકીય ગેરરીતિમાં પણ તેની સંડોવણી હોવાનુ માનવામાં આવે છે. પીએની પૂછપરછમાં મહત્વના પુરાવા અને જાણકારી મળી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. સીબીઆઇ દ્વારા 200 કરોડ ઉપરાંતના ગોટાળાની તપાસ ચાલી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
જેમાં વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી હિન્દુઓની મિલકતો પાણીના મૂલ્યે ખરીદી રાજકીય વગના જોરે અશાંત ધારામાંથી પરવાનગી લઇ ઊંચી કિંમતે મુસ્લિમોને વેચી દેવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જેની પણ તપાસ કરવામાં આવશે.મંત્રીના પીએ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના મામલામાં મોટી કટકી કરાઈ હોવાનો પણ આરોપ ચર્ચામાં છે.