અમરેલી પંથકમાં થોડા મહિનાઓ પહેલા ૧૧ વર્ષની બાળકી પર રેપ તથા તેના શારીરિક શોષણની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી. આ ઘટનામાં યશ ભટ્ટ તથા મહિપતલાલ ભટ્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધેલ છે. આ કેસમાં સ્પેશિયલ
પી.પી. તરીકે અમરેલીના સિનિયર અને બાહોશ એડવોકેટ ઉદયનભાઇ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવેલ છે. ભૂતકાળમાં પણ સાવરકુંડલા પંથકમાં બનેલ રેપ કેસમાં ઉદયનભાઇ ત્રિવેદીની નિમણૂક થઇ હતી અને તે કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવી હતી.