ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ , અમદાવાદના આદેશ અનુસાર અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ , અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી આર.ટી.વચ્છાણી સાહેબના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટોમાં આગામી તા .૧૨ / ૧૧ / ૨૦૨૨ શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે . જેમાં ( ૧ ) ટ્રિમીનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ , ( ૨ ) નેગોશીએબલ -૧૩૮ , ( ૩ ) મની રીકવરી , ( ૪ ) એમએસીપી , ( ૫ ) મેટ્રોમોનીયલ ડિસપ્યુટ , ( ૬ ) લેબર ડિસપ્યુટ , ( ૭ ) લેન્ડ એકવીઝેશન કેસો , ( ૮ ) ઈલકિટ્રસીટી અને વોટર બીલ્સ ( નોન – કમ્પાઉન્ડેબલ ) કેસો અને સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ , ( ૯ ) વન્યુ કેસો , ( ૧૦ ) અધર સિવિલ કેસોની નેશનલ લોક અદાલત યોજાશે તેમજ અમરેલી જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાનથી નિકાલ થાય તે માટે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ , અમદાવાદના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ , અમરેલી તથા અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકે તા .૧૨ / ૧૧ / ૨૦૨૨ શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે . તેમાં જો કોઈ પક્ષકારો તેઓના કોર્ટમાં ચાલતાં કેસો લોક અદાલતમાં મુકવા ઈચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ , એ.ડી.આર.સેન્ટર , જિલ્લા અદાલત , અમરેલી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમીતી , સિવિલ કોર્ટમાં સંપર્ક કરવો . જિ.કા.સે.સ.મં. , અમરેલીનો સંપર્ક નંબર ૦૨૭૯૨ -૨૨૯૮૨૪ છે .

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.