Press Release 

Dt. 8.11.2022

મુખ્

ધી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ૧,૪૦,૦૦૦ થી વધુ વકીલ સભ્યો મતદાન માટે જાગૃતિ ફેલાવશે અને રાજ્યના નાગરિકો જવાબદાર બનીને મતદાન કરે તે માટે અપીલ કરશે. ધી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ચેરમેનશ્રીએ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી સાથે આજે ગાંધીનગરમાં આ માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. કાઉન્સિલના સભ્યો મતદાન માટે ઈ-શપથ પણ લેશે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા મતદાતા જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ધી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના વકીલ સભ્યો પણ આ પ્રયત્નોમાં સક્રિય રીતે સહભાગી થયા છે. ધી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ૧,૧૪,૦૦૦ જેટલા વકીલ સભ્યો છે તેઓ સ્વયં મતદાન કરે તથા પોતાના પરિવારજનો અને અસિલોને મતદાન કરવા પ્રેરણા આપે એ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અપીલ કરી હતી.

આજે ગાંધીનગરમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, ડી.સી. કમિટીના ચેરમેન અને અન્ય હોદેદ્દારો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ૨૭૦ થી વધુ બાર એસોસિએશન ધી બાર કાઉન્સિલ ઑફ ગુજરાત સાથે સંલગ્ન છે. આ તમામ એસોસિએશનના સભ્યોને પણ મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવા અપીલ કરવામાં આવી છે.

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.