આજરોજ દાહોદ ખાતે ગુરુ નાનક જન્મ જયંતી એટલે કે પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

આજરોજ દાહોદ ના ઠક્કર ફલીયા સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરાઈ તે અંતર્ગત 15 દિવસ અગાઉથી સિખ સમાજ અને સિંધી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારે પ્રભાત રેલીનું આયોજન કરાયું ત્યારે આજરોજ શહેર ના ઠક્કર ફલીયા ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું હતું. શબ્દ કીર્તન લંગર મહાપ્રસાદી નું પણ આયોજન કરાયું જેમાં ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી સાથે અહીં ચાલતા ત્રણ દિવસના લંગરના મહાપ્રસાદી ના કાર્યક્રમમાં મહિલાઓ પુરુષો સહિત લોકોએ પોતાની સેવા આપી હતી ગુરુદ્વારા ના ભજન કીર્તન સહિતના કાર્યક્રમ બાદ ભક્તોએ મહાપ્રસાદી લંગરનો લાભ લીધું હતું. આ પ્રસંગે ગુરુ દ્વારા ખાતે એ સ્થાને વોર્ડ નંબર ત્રણના નગરસેવક કાયદભાઈ ચુનાવાલા અને વોર્ડ નંબર એકના લખનભાઈ રાજગોર એ ગુરુદ્વારામાં આશિરવચન લીધા હતા

ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના સ્થાપક પણ હતા તેઓ કોઈ એક ધર્મ ના ગુરુ ન હતા પરંતુ આખી સૃષ્ટિના જગતગુરુ હતા તેમનો જન્મ પૂર્વ ભારતની પાવન ધરતી પર કારતક પૂર્ણિમા ના દિવસે 1469 માં લાહોર થી નજીક 40 કિલોમીટર આવેલ તલવંડી નામના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કલ્યાણ રાય મહેતા હતું અને માતાનું નામ ત્રિપતાજી હતુ